ગુજરાતમાં વરસાદ મામલે આવી નવી આગાહી : 3 દિવસ આ 9 જિલ્લાના ખેડૂતો રહે સાવધાન
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 28 થી 31 મે દરમ્યાન આ બંને ઝોનમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નવસારી તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

28 થી 31 મે સામાન્ય વરસાદની આગાહી
વરસાદની આગાહીને પગલે તંત્રએ માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપી છે.1 થી 4 જૂન દરમ્યાન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ રહી છે. જેનું તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં સરેરાશ 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરાઇ છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષટ્રમાં વરસાદની આગાહી
- 28 થી 31 મે સામાન્ય વરસાદની આગાહી
- દક્ષિણ ગુજરાત અને સૌરાષટ્રમાં વરસાદની આગાહી
- વાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, નવસારી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ માં સામાન્ય વરસાદની આગાહી
- પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા આપાઈ સૂચના
- 1થી 4 જૂન અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ થઈ રહી છે સક્રિય
- જેનું મોનીટરીંગ કરાઈ રહ્યું છે
- અમદાવાદ માં 43 ડિગ્રી તાપમાન રહેશે, જેના કારણે અપાયું ઓરેન્જ એલર્ટ
- ગુજરાતમાં હિટવેવ ની નથી અપાઈ આગાહી

No comments:
Post a Comment