Thursday, June 10, 2021

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાય આવાસ યોજના

 


પાત્રતાના માપદંડ
  • આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- રાખવા ઠરાવેલ છે.
સહાયનું ધોરણ
  • સામાજિક અને શૈક્ષણિક રીતે ૫છાતવર્ગ, આર્થિક ૫છાતવર્ગ, વિચરતી વિમુકત જાતિના ઘર વહોણા ઈસમોને શહેરોમાં અને ગામડામાં વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે માલિકીનો પ્લોટ ધરાવતા ઈસમોને મકાન બાંધવા માટે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં રૂ.૧,૨૦,૦૦૦/- આપવામાં આવે છે. 
  • મકાન બાંધકામ પૂર્ણ કરવાની અવધિ ર વર્ષની છે.


રજુ કરવાના ડોક્યુમેંટ
  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/અકારની પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

    અરજી ફોર્મ માટે અહિં ક્લિક કરો


No comments:

Post a Comment

LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025

LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025: Gujarat Lokrakshak Recruitment Board (LRB) issued LRD Physical Exam Call Letter for U...