Wednesday, August 11, 2021

સુકન્યા સમૃદ્ધિ યોજના

 

જાણો શુ છે સુકન્યા સમૃદ્ધિ યોજના - કેવી રીતે લેશો તેનો લાભ

webdunia
બુધવાર, 25 નવેમ્બર 2020 (18:02 IST)
ભારતમાં ઘટી રહેલા લિંગ અનુપાત દરેક વર્ગ માટે ચિંતાનો વિષય બની ચુક્યો છે. મહિલાઓનો અભ્યાસ, સ્વાસ્થ્ય અને અન્ય જરૂરિયાતો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. યુવતીઓના અભ્યાસને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરૂઆત કરી છે. 

 


સુકન્યા સમૃદ્ધિ યોજનાનો ઉદ્દેશ્ય પુત્રીઓના અભ્યાસ અને તેમના લગ્ન પર આવનારા ખર્ચને સહેલાઈથી પુરો કરવાનો છે. યોજના હેઠળ પુત્રીના અભ્યાસ અને લગ્ન માટે  પોસ્ટ ઓફિસ પાસે સુકન્યા સમૃદ્ધિ યોજના નુ એકાઉંટ ખોલાવી શકાય છે.  ટપાલ વિભાગના કોઈપણ પોસ્ટ ઓફિસમાં એકાઉંટ ખોલવા માટે સુવિદ્યા સેંટરમાં પણ જુદુ કાઉંટર ખુલશે. અહી જરૂરી ડોક્યુમેંટ્સ જમા કરાવ્યા પછી એકાઉંટ ખોલાવી શકાશે. 
 
આ છે યોજના 
 
- સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉંટમાં પુત્રીના નામથી એક વર્ષમાં 1 હજારથી લઈને 1 લાખ પચાસ હજાર રૂપિયા જમા કરાવી શકો છો. 
- આ પૈસા એકાઉંટ ખોલવાના 14 વર્ષ સુધી જ જમા કરાવવા પડશે અને આ ખાતુ પુત્રીના 21 વર્ષના થવા પર જ મેચ્યોર થશે. 
- યોજનાના નિયમો હેઠળ પુત્રી 18 વર્ષની થતા અડધો પૈસો કાઢી શકો છો. 
- 21 વર્ષ પછી એકાઉંટ બંધ થઈ જશે અને પૈસો પાલકને મળી જશે. 
- જો પુત્રીના 18થી 21 વર્ષની વચ્ચે લગ્ન થઈ જાય છે તો એકાઉંટ એ સમયે જ બંધ થઈ જશે. 
- એકાઉંટમાં જો પેમેંટ લેટ થયુ તો ફક્ત 50 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે. 
- પોસ્ટ ઓફિસ ઉપરાંત અનેક સરકારી અને ખાનગી બેંક પણ આ યોજના હેઠળ ખાતુ ખોલી રહી છે. 
- સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા પર ઈંકમટેક્સ કાયદાની ધારા 80-જી હેઠળ છૂટ આપવામાં આવશે. 
- પાલક પોતાની બે પુત્રીઓ માટે બે એકાઉંટ પણ ખોલી શકે છે. 
- જોડિયા હોય તો તેનુ પ્રૂફ આપીને જ પાલક ત્રીજુ ખાતુ ખોલી શકશે. પાલક ખાતાને ક્યાય પણ ટ્રાંસફર કરાવી શકશે. 
 
યોજના હેઠળ 2015માં કોઈ વ્યક્તિ 1000 રૂપિયા મહિનાથી એકાઉંટ ખોલે છે તો તેને 14 વર્ષ સુધી મતલભ 2028 સુધી દર વર્ષે 12 હજાર  રૂપિયા નાખવા પડશે. વર્તમાન હિસાબથી દર વર્ષે 8.6 ટકા વ્યાજ મળતુ રહેશે તો જ્યારે બાળકી 21 વર્ષની થશે તો તેને  6,07,128 રૂપિયા મળશે. ઉલ્લેખનીય છેકે 14 વર્ષમાં પાલકના એકાઉંટમાં કુલ 1.68 લાખ રૂપિયા જમા કરવા પડે. બાકીના 4,39,128 રૂપિયા વ્યાજના છે. 
 
 યોજના માટે જરૂરી દસ્તાવેજ 
 
- બાળકીનુ જન્મ પ્રમાણપત્ર 
- એડ્રેસ પ્રુફ 

No comments:

Post a Comment

LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025

LRD Gujarat Police Constable PET-PST Call Latter 2025: Gujarat Lokrakshak Recruitment Board (LRB) issued LRD Physical Exam Call Letter for U...